Thursday, March 31, 2011

Kesar Mangoes Saurashtra - પાક નિષ્ફળ જતાખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતો પાક ધિરાણના વ્યાજમાં રાહત આપવા સહિતની સહાય માંગી રહ્યાં છે. પ્રતિકૂળ આબોહવાના પરિણામે મ્હોર ખરી જતા કેરીનું ૭૦ થી ૭૫ ટકા ઊત્પાદન ઘટ્યું.

તલાલા પંથકની સુપ્રિસિદ્ધ કેસર કેરીનો મોટાભાગનો પાક સાનુકૂળ આબોહવાના અભાવે નિષ્ફળ જતાં આ વિસ્તારના બાગાયત ખેડૂતો દયાજનક પરિસ્થિતિમાં મુકાયા છે.

આ સ્થિતિમાં કેસર કેરીનો પાક ઊતારતા ખેડૂતો પાયમાલ થતા ખેડૂતો પાક ધિરાણના વ્યાજમાં રાહત આપવા સહિતની સહાય માંગી રહ્યાં છે.

ગીરપંથકમાં કેસર કેરીના બગીચાઓમાં આંબા ઊપર શરૂઆતમાં ખૂબજ મોર આવ્યા છતાં આંબા ઊપર મોરના જંગી જથ્થાને કારણે આંબાના પાંદડા દેખાતા બંધ થઇ ગયા હતા. જેના કારણે કિસાનોને કેસરકેરીનો
વિપુલ પાક ઊતરવાની આશા બંધાઇ હતી પરંતુ આંબા ઊપર મોર આવ્યા બાદ સાનુકૂળ આબોહવાને અભાવે જે બંધારણ થવુ જોઇએ એ થયું નહ જે બંધારણ થયું તે ગોટલી વગરનું ખાટું બંધારણ થયું જે ધીમે-ધીમે આંબા ઊપરથી ખરવા લાગ્યું હતું.

પરિણામે કેસર કેરીનો ૭૦ થી ૭૫ ટકા જેટલો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે આ ગીરપંથક બાગાયત કિસાનો કફોડી સ્થિતિમાં મૂકાયા છે.

અત્રે ઊલ્લેખનીય બાબત એ છે કે ગયા વર્ષે તલાલા પંથકમાં ૫૦ લાખથી પણ વધારે કેસર કેરીના બોકસનું ઊત્પાદન થયું હતું. આ ઊપરાંત અંદાજે ૩૫ થી ૪૦ લાખ કેસર કેરીના બોકસ સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ માર્કેટગ યાર્ડો તથા કેનગ પ્લાન અને ફ્રૂટ માર્કેટમાં વેચાયા હતા.

તલાલા પંથકમાં ગત વર્ષે અંદાજે ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયાનો કેસર કેરીના વેચાણનો અંદાજ વ્યકત કરાયો હતો. જે આ વર્ષે કેરીના પાકના ઘટાડાના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

Saturday, March 26, 2011

Household Beauty Tips for Skin This Summer - for All Kathiyavadis

સફરજનની છાલ કાઢી નાના ટુકડાઓ કર્યા બાદ તેને છૂંદીને ચહેરા પર લગાવવાથી ૧૫-૨૦ મિનિટમાં ત્વચા પર કોમળતા આવે છે.

સ્વાસ્થ્ય સારું ન હોય તો આંખની નીચે કાળા કુંડાળા થઇ જાય છે. ડાર્ક સર્કલ્સમાંથી છુટકારો મેળવવા માટે બટાકા લાભકારી છે.

બટાકાના ગરને આંખ પર એક સ્વચ્છ ઝણાં કાપડની પોટલીમાં મૂકી રાખીને તેનો નિયમિત ઊપયોગ કરવાથી ફાયદો થાય છે.

આ ઊપરાંત કાકડી પણ ખૂબ જ ઊપયોગી છે. તે ત્વચાની પરના કાળા ધાબા દૂર કરવા માટે તેનો રસ ઘણો ઊપયોગી છે. તેમજ તેનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે લાભકારક છે.

આ ઊપરાંત, કાળા કુંડાળા દૂર કરવા માટે કાકડીની ગોળ ચિપ્સ આંખ પર મૂકવાથી ફાયદો થાય છે. પગની એડી પર વાઢિયા તેમજ ચીરા પડી જાય છે. આનાથી રાહત મેળવવા માટે શક્કરિયા બાફયા બાદ તેના તે જ પાણીથી પગને ડૂબાડીને અથવા તો ધોવાથી ફાયદો થતો જણાશે.

કોબીના પાનનો રસ કાઢીને તેમાં મધ મેળવવું આમ આ મિશ્રણને ચહેરા પર તેમજ ગરદન પર લગાવવાથી ત્વચા કોમળ બનતી જણાશે. આમળા એ વાળની કાળાશ જાળવી રાખવા માટે ઊપયોગી છે. મહદીમાં પણ, તેની લુગદી નાખવાથી ફાયદો થાય છે. તેનાથી વાળ સ્વસ્થ બને છે.

તેમજ ફળોમાં પણ સંતરા એ સ્કિન માટે ઘણું ફાયદાકારક ફળ છે. તેની સૂકવેલી છાલનો પાવડર બનાવીને તેમાં દૂધ મલાઇ અથવા ગુલાબ જળ નાખીને ચહેરા પર તેમજ ગરદન પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે. અને ચમક આવે છે.

આ ઊપરાંત સંતરાના રસને પણ ગ્લિસરીને કે ગુલાબ જળ સાથે રૂ દ્વારા લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે. તેમજ સંતરાનો જયુસ એ તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં ઊત્તમ છે.

તેમજ સફરજનની તેની છાલ કાઢી નાના ટુકડાઓ કર્યા બાદ તેને છૂંદીને ચહેરા પર લગાવવાથી ૧૫-૨૦ મિનિટ રાખવાથી ત્વચા પર કોમળતા આવે છે.

Wednesday, March 23, 2011

સ્ત્રીની સ્વનિર્ભરતા અને સફળતાની મંઝિલ

સ્ત્રી સ્વનિર્ભર બને એ કંઇ ખરાબ વાત નથી.પોતાની ભૂમિકા અને ફરજ સારી રીતે નિભાવવાવાળી સ્ત્રી પોતાની રીતે પરિપૂર્ણ હોય છે. એને બીજાનછ બરોબરી કરવાની અપેક્ષા રાખવાની જરૂરત જ શું છે? સ્ત્રીની પહેલી ભૂમિકા માતા તરીકેની છે.માતૃત્વને ગુમાવીને સ્ત્રી પોતાનું અસ્તિત્વ નહ જાળવી શકે.

સુધારાવાદની આંધીએ સ્ત્રીઓની મહત્વકાંક્ષાઓ વધારી દીધી છે. આજની દોડાદોડભરી જદગીમાં સૌથી આગળ નીકળી જવું અને બધી જાતની સગવડોનો ઊપયોગ કરી લેવા માટે સ્ત્રીઓ હંમેશા તત્પર હોય એવું જોવા મળે છે.

આજની સ્ત્રીને ઊચ્ચ સ્થાન, પ્રતિષ્ઠા અને સગવડભરી જદગીની સાથે સાથે ખૂબ પૈસા જોઇએ. આજની સ્ત્રી ‘સ્માર્ટ’છે. પ્રતિભાસંપન્ન પણ છે. અને સૌંદર્યની દુષ્ટિએ પણ એ અલગ તરી આવે છે. તે એની આ વિશેષતાઓ સાથે પ્રગતિની દોડમાં કોઇ રીતે પાછળ રહેવા નથીમાંગતી.

તે દરેક સ્થાન પર પોતાની સફળતાનો ઝંડો ફરકાવવા માંગે છે. જયાં પુરુષોનું એકચક્રીય રાજય છે. ત્યાં તે એની મંજિલે પહાચવા માટે દરેક કક્ષાએ માનસિક સમાધાન કરવા તૈયાર છે.

બસ, અહથી જ શરૂ થાય છે.એની વિસંવાદિતાભરી જદગીની શરૂઆત.સ્ત્રીઓના પ્રગતિશીલ પગલાં જેટલાં ઝડપથી સામાજિક,રાજનૈતિક અને સાંસ્કૃતિકક્ષેત્રે વિકાસ કરી રહ્યા છે. સાથે સાથે એમના અસ્તિત્વ પર પ્રશ્ન ચિહ્ન મુકાયા છે. આજની સ્ત્રી ઘર અને કુટુંબની સીમાઓને પાર કરીને જુદાજુદા ક્ષેત્રોમાં વિચાર કરતી થઇ છે. એની આધુનિકતા, જાગૃતતા અને આત્મનિર્ભરતાજયાં પ્રશંસનીય છે, ત્યાં પુરુષોની બરાબરીની હોડમાં તાલ મેળવીને ઊભી છે. પરંતુ આ દોડે એને એક ખતરનાક વળાંક પર લાવીને ઊભી કરી દીધી છે.

જયાં એનું પોતાનું હિત અને અહિત, સારું અને નરસુંનો નિર્ણય કરી શકતી નથી. પોતાને પ્રગતિશીલ, આધુનિક, મુકતતાની સમર્થક માનનારી આજની સ્ત્રીઓ એક એવા માર્ગ પર ઊભી છે- જયાંથી એક રસ્તો સારી કારકિર્દી ઊન્નત જીવનશૈલી અને સર્જનાત્મક વિકાસની તરફ જાય છે.તો બીજો રસ્તો અનૈતિકતા, ઊચ્છંખલતા અને ગેરસંબંધોની તરફ લઇ જાય છે. ઊચ્ચ સ્થાન, સારી જીવનશૈલી અને સગવડતાભરી માનસિકતાવાળી સ્ત્રીઓએ નૈતિકતાની નવી ભાષાઓ શોધી કાઢી છે.

જેના પરિણામ સ્વરૂપે સ્ત્રીઓના ચારિત્ર્ય અને અસ્તિત્વ પર ધુમ્મસ છવાઇ ગયું છે. ગેર સંબંધો વધી રહ્યા છે. લગ્નેતર સંબંધોના પ્રશ્નો ઊભા થયા છે. સાથે રહેવાની સંસ્કૃતિ વિકસી રહી છે, અને કૌટુંબિક ભાવના વેરવિખેર થઇ રહી છે.આજે યુવતીઓ સ્વાવલંબી થયાની સાથે સાથે એમના ચારિત્ર્યનું પતન થવું પણ સરળ બનીગયું છે.

કારણ, યુવતીઓ સ્વનિર્ભર થવાના કારણે પિતા કે ભાઇ પર આધારિત નથી, અને પરણેલી સ્ત્રીઓ સ્વનિર્ભર થવાના કારણે એમના પતિ કે સાસરિયા પર આધારિત નથી રહી. એટલે એની ઇચ્છાની વિરૂધ્ધ જયારે ઘર કે
કુટુંબમાં વર્તન થતું હોય છે. ત્યારે તે વિદ્રોહી બનીને પારકા પુરુષ સાથે સંબંધ જોડતાં પણ ખચકાતી નથી.હવે સ્થિતિ એ સર્જાઇ છે કે આ જાતની સમજૂતીને ચારિત્ર્ય કુદરતી સંબંધો લેખવામાં ઓ છે. તે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારે છે કે આવી સમજૂતીથી સહયોગી પ્રત્યે વિશ્વાસ અને કાર્ય પ્રત્યે ઊત્સાહ વધે છે.

પર્તુ આધુનિક જીવનશૈલીમાં ‘લિવગ ટુગેધર’ જેવા સંબંધોને વિકસાવતી સ્વનિર્ભર યુવતીઓએ લગ્ન જેવા
પવિત્ર બંધનને શંકાના માહોલમાં મૂકી દીધેલ છે. આ જાતની પરિસ્થિતિમાં એ જરૂરી છે કે કુટુંબમાં દીકરીઓને એવા ઊચ્ચ સંસ્કાર આપીને સ્વનિર્ભર બનાવવામાં આવે કે જેથી એમની મર્યાદાઓનું ઊલ્લંઘના ના કરે.

આ સંદર્ભમાં જોવાનું એ છે કે સ્ત્રીઓ ઘર-કુટુંબ પ્રત્યેની ફરજો સમજીને નિભાવે અને પોતાનો વિકાસ સાધે. આપણાં એક જાણીતાં સ્ત્રીલેખિકા કહે છે કે ‘પ્રગતિશીલતાનો અર્થ સ્વચ્છંદતા નથી. સ્ત્રી સ્વનિર્ભર બને એ કાંઇ ખરાબ વાત નથી. પોતાની ફરજ અને ભૂમિકા સારી રીતે નિભાવનારી સ્ત્રી પોતાની રીતે પરિપૂર્ણ હોય છે. એને બીજાની બરાબરી બનવાની જરૂરત જ શું છે ?

સ્ત્રીની પહેલી ભૂમિકા છે માતા તરીકેની.માતૃત્વને યુમાવીને સ્ત્રી પોતાના અસ્તિત્વને નથીબચાવી શકતી.

નેપોલિયને કહ્યું હતું- તમે મને સો કુશળ માતાઓ આપો, એના બદલામાં તમને હું સંસ્કારી, મહાન રાષ્ટ્ર આપીશ. આ કથનની સાથે પોતાની વાતને સ્પષ્ટ કરતાં ગાંધી પીસ ફાઊન્ડેશનના કાર્યકર્તા નું માનવું છે કે હકીકતમાં સગવડતાની અપેક્ષા સ્ત્રી માટે કમજોરી બનતી જઇ રહી છે. સમાજમાં વિકસતાં નૈતિક મૂલ્યોનું સંકટ આ મનોવાત્તિની દેણગી છે.

જે રીતે સ્ત્રીઓ એમની સફળતાની સીડીઓ ચઢી રહી છે એને રોકવા માટે વિચાર કરવાનો સમય પાકી ગયો છે.

ગાહિણી સરોજબેન શેઠ વાતવાતમ ાં જણાવે છે કે અભણ સ્ત્રીઓ પોતાની ફરજ અને જવાબદારીને ના સમજે એ કંઇ આશ્ચર્યની વાત નથી. પણ જે સ્ત્રીઓ ભણેલી-ગણેલી છે, જગત અને જીવનની સમસ્યાઓ જેમના મનને જાગાત કરતી હોય છે, ફરજ જેમને કોઇ મહત્વનુંકાર્ય કરવા માટે પ્રેરણા આપે છે તેવી સ્ત્રીઓ
પોતાના શિક્ષણ અને વર્ચસ્વને કુટુંબ કરતાં વધુ મહત્વ આપે, પુરુષો સાથે કોઇ પણ સમજૂતી કરવામાં પોતાની સાર્થકતા સમજે, એ કેવી આશ્ચર્યજનક વાત છે.

આજે નૈતિકતા અને ચરિત્રતાના માપદંડ બદલાઇ ગયા છે. આજે કૌટુંબિક, સામાજિક અને કાર્યક્ષેત્રમાં વિશ્વાસવાળો વહેવાર જ નૈતિકતાનો માપદંડ બની ગયો છે. આજના સંબંધોમાં ગેરસંબંધોનો વિરોધ કરનારી સ્ત્રીઓનું માનવું છે કે અઇચ્છનીય સમજૂતી એમને કરવી પડે છે. જે પોતાના કાર્યક્ષેત્રમાં સક્ષમ કે નિપુણ નથી કે જેમની માનસિકતા સગવડતાવાદી છે.

જો તમારામાં યોગ્યતા હોય તો કોઇપણ જાતની એવી સમજૂતી કર્યા વગર જ તમે સફળતા મેળવી શકો છો. પણ સત્યનો એક નિયમ એ પણ છે કે આવી અઇચ્છનીય સમજૂતીના અભાવમાં યોગ્ય હોવા છતાં આવી યુવતીઓ પાછળ રહી જાય છે.

જયારે ઓછી લાયકાતવાળી આવી સમજૂતીથી ઉંચા સ્થાને પહાચી જાય છે. શું આજની સ્પર્ધાત્મક દોડમાં આગળ નીકળી જવા માટે પ્રગતિશીલ વિચારવાળી સ્ત્રીઓ યૌન સમજૂતીના ત્રાસમાંથી બચી શકશે કે આ જાતની સમજૂતી આજના અપરિર્વિતત થઇ રહેલ યુગમાં જરૂરીયાત બની જશે?

Popular Posts