Thursday, March 31, 2011

Kesar Mangoes Saurashtra - પાક નિષ્ફળ જતાખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતો પાક ધિરાણના વ્યાજમાં રાહત આપવા સહિતની સહાય માંગી રહ્યાં છે. પ્રતિકૂળ આબોહવાના પરિણામે મ્હોર ખરી જતા કેરીનું ૭૦ થી ૭૫ ટકા ઊત્પાદન ઘટ્યું.

તલાલા પંથકની સુપ્રિસિદ્ધ કેસર કેરીનો મોટાભાગનો પાક સાનુકૂળ આબોહવાના અભાવે નિષ્ફળ જતાં આ વિસ્તારના બાગાયત ખેડૂતો દયાજનક પરિસ્થિતિમાં મુકાયા છે.

આ સ્થિતિમાં કેસર કેરીનો પાક ઊતારતા ખેડૂતો પાયમાલ થતા ખેડૂતો પાક ધિરાણના વ્યાજમાં રાહત આપવા સહિતની સહાય માંગી રહ્યાં છે.

ગીરપંથકમાં કેસર કેરીના બગીચાઓમાં આંબા ઊપર શરૂઆતમાં ખૂબજ મોર આવ્યા છતાં આંબા ઊપર મોરના જંગી જથ્થાને કારણે આંબાના પાંદડા દેખાતા બંધ થઇ ગયા હતા. જેના કારણે કિસાનોને કેસરકેરીનો
વિપુલ પાક ઊતરવાની આશા બંધાઇ હતી પરંતુ આંબા ઊપર મોર આવ્યા બાદ સાનુકૂળ આબોહવાને અભાવે જે બંધારણ થવુ જોઇએ એ થયું નહ જે બંધારણ થયું તે ગોટલી વગરનું ખાટું બંધારણ થયું જે ધીમે-ધીમે આંબા ઊપરથી ખરવા લાગ્યું હતું.

પરિણામે કેસર કેરીનો ૭૦ થી ૭૫ ટકા જેટલો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે આ ગીરપંથક બાગાયત કિસાનો કફોડી સ્થિતિમાં મૂકાયા છે.

અત્રે ઊલ્લેખનીય બાબત એ છે કે ગયા વર્ષે તલાલા પંથકમાં ૫૦ લાખથી પણ વધારે કેસર કેરીના બોકસનું ઊત્પાદન થયું હતું. આ ઊપરાંત અંદાજે ૩૫ થી ૪૦ લાખ કેસર કેરીના બોકસ સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ માર્કેટગ યાર્ડો તથા કેનગ પ્લાન અને ફ્રૂટ માર્કેટમાં વેચાયા હતા.

તલાલા પંથકમાં ગત વર્ષે અંદાજે ૯૦ થી ૧૦૦ કરોડ રૂપિયાનો કેસર કેરીના વેચાણનો અંદાજ વ્યકત કરાયો હતો. જે આ વર્ષે કેરીના પાકના ઘટાડાના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

No comments:

Post a Comment

Popular Posts