Saturday, March 26, 2011

Household Beauty Tips for Skin This Summer - for All Kathiyavadis

સફરજનની છાલ કાઢી નાના ટુકડાઓ કર્યા બાદ તેને છૂંદીને ચહેરા પર લગાવવાથી ૧૫-૨૦ મિનિટમાં ત્વચા પર કોમળતા આવે છે.

સ્વાસ્થ્ય સારું ન હોય તો આંખની નીચે કાળા કુંડાળા થઇ જાય છે. ડાર્ક સર્કલ્સમાંથી છુટકારો મેળવવા માટે બટાકા લાભકારી છે.

બટાકાના ગરને આંખ પર એક સ્વચ્છ ઝણાં કાપડની પોટલીમાં મૂકી રાખીને તેનો નિયમિત ઊપયોગ કરવાથી ફાયદો થાય છે.

આ ઊપરાંત કાકડી પણ ખૂબ જ ઊપયોગી છે. તે ત્વચાની પરના કાળા ધાબા દૂર કરવા માટે તેનો રસ ઘણો ઊપયોગી છે. તેમજ તેનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે લાભકારક છે.

આ ઊપરાંત, કાળા કુંડાળા દૂર કરવા માટે કાકડીની ગોળ ચિપ્સ આંખ પર મૂકવાથી ફાયદો થાય છે. પગની એડી પર વાઢિયા તેમજ ચીરા પડી જાય છે. આનાથી રાહત મેળવવા માટે શક્કરિયા બાફયા બાદ તેના તે જ પાણીથી પગને ડૂબાડીને અથવા તો ધોવાથી ફાયદો થતો જણાશે.

કોબીના પાનનો રસ કાઢીને તેમાં મધ મેળવવું આમ આ મિશ્રણને ચહેરા પર તેમજ ગરદન પર લગાવવાથી ત્વચા કોમળ બનતી જણાશે. આમળા એ વાળની કાળાશ જાળવી રાખવા માટે ઊપયોગી છે. મહદીમાં પણ, તેની લુગદી નાખવાથી ફાયદો થાય છે. તેનાથી વાળ સ્વસ્થ બને છે.

તેમજ ફળોમાં પણ સંતરા એ સ્કિન માટે ઘણું ફાયદાકારક ફળ છે. તેની સૂકવેલી છાલનો પાવડર બનાવીને તેમાં દૂધ મલાઇ અથવા ગુલાબ જળ નાખીને ચહેરા પર તેમજ ગરદન પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે. અને ચમક આવે છે.

આ ઊપરાંત સંતરાના રસને પણ ગ્લિસરીને કે ગુલાબ જળ સાથે રૂ દ્વારા લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે. તેમજ સંતરાનો જયુસ એ તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં ઊત્તમ છે.

તેમજ સફરજનની તેની છાલ કાઢી નાના ટુકડાઓ કર્યા બાદ તેને છૂંદીને ચહેરા પર લગાવવાથી ૧૫-૨૦ મિનિટ રાખવાથી ત્વચા પર કોમળતા આવે છે.

No comments:

Post a Comment

Popular Posts