Friday, April 1, 2011

Sasan Gir National Park - આસપાસનાગામોના ૧૫૦૨૧ ખુલ્લાકૂવાસુરક્ષિત કરવાનું આયોજન

વિશ્વ પ્રસિદ્ધ ગીર અભ્યારણ્ય તથા નેશનલ પાર્કમાં ખુલ્લા કુવામાં અગાઊ સહ પડી જતા મૃત્યુ પામ્યાના બનાવના પગલે રાજય સરકારે સત્વરે ખુલ્લા કૂવાને સુરક્ષિત બનાવ્યા હતાં પરંતુ તેની આજુબાજુના વિસ્તારમાં કુલ ૧૫૦૨૧ જેટલા ખુલ્લા કૂવાઓ હજુ અસ્તિત્વમાં હોવાથી વન્ય પ્રાણીઓ કૂવામાં પડવાની ઘટના બનતી રહે છે.

તે રોકવા ગામના કૂવા ફરતે પ્રોટેકશન વૅલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગીર અભ્યારણ્ય અને નેશનલ પાર્કમાં ખુલ્લા કૂવા અંગેની જાણકારી મેળવવા જોડિયાના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે ગાહમાં પૂછેલા પ્રશ્નનો લેખિતમાં ઊત્તર આપતા વનમંત્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે ગીરના અભ્યારણ્ય તથા નેશનલ પાર્કમાં ખુલ્લા કૂવામાં વન્ય પ્રાણીના પડી જવાના પગલે મોત નિપજવાના બનાવો બનતા હતાં.

તેને ધ્યાનમાં લઇને તમામ ખુલ્લા કૂવાઓને પ્રોટેકશન વાલ, પેરાપીટ વાલ તથા લોખંડની જાળી વડે સુરક્ષિત કરવામાં આવતા વન્યપ્રાણીઓના કૂવામાં પડી જવાના અકસ્માતના બનાવો ઘટ્યા છે પંરતુ ગીર અભ્યારણ્યની આજુબાજુના વિસ્તારમાં સર્વે કરતા કુલ ૧૫૦૨૧ ખુલ્લા કૂવાઓ હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જણાવતા વનમંત્રી મંગુભાઇ પટેલે કહ્યું કે ગીર તેમજ બૃહદ ગીર વિસ્તારના આસપાસ આવેલા ગામોના ખુલ્લા કૂવાઓમાં સહ તથા અન્ય વન્ય પ્રાણીઓને અકસ્માતે ખુલ્લા કૂવામાં પડતા રોકવા પ્રોટેકશન વાલ અથવા પેરાપીટ વાલ બાંધવાની યોજના અમલમાં મુકી છે અને તેને લીધે ૩૧ ડિસેમ્બર ૨૦૧૦ સુધીમાં કુલ ૧૨,૩૨૮ કૂવાઓને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

આ સિવાયના બાકી રહેલા કે જાણમાં આવ્યા હોય તેવા ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવાનું કામ પ્રગતિમાં છે.

No comments:

Post a Comment

Popular Posts