Friday, April 29, 2011

Kesar Mangoes Keri Talala Junagadh District - કેસર કેરીની સિઝન માત્ર એક મહિનો જ ચાલશે

One of the world wide favorite and King of fruits Kesar Keri Mangoes from Talala Town Junagadh District



Junagadh District Agricultural News for Kesar Mangoes 2011
:-

ગયા વર્ષની સિઝનમાં ૧૫ લાખ બોકસ કેરીની આવક હતી જે ચાલુ વર્ષે ૪ થી ૫ લાખ થવાની સંભાવના.

સૌરાષ્ટ્રના મહત્ત્વના કેસર કેરીના ઊત્પાદક પ્રદેશો જેવા કે તલાલા, વંથલી, મદરડા અને ઉનામાં પ્રતિકૂળ હવામાનના કારણે આંબા પર મોર બેસવાની પ્રક્રિયા મોડી થઇ હતી.

તલાલા એગ્રીકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટિએ મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેસર કેરીની હરાજી શરૂ કરશે. તે સાથે જ કેસર કેરીનો પુરવઠો વધવાની શકયતા છે. આ વર્ષે પ્રતિકૂળ હવામાન અને બ્લોસમ મિજ જેવી ઈયળના ઊપદ્રવના કારણે કેરીના ઊત્પાદનમાં ૭૫ ટકા જેટલો ધડાકો થવાની સંભાવના વ્યકત કરાઇ છે ત્યારે વેપારીઓ માને છે કે મોડી શરૂ થયેલી કેરીની સિઝન એક મહિનો જ ચાલશે.

સામાન્ય રીતે કેરીના ઊત્પાદનમાં સૌરાષ્ટ્રના પ્રદેશમાં નવેમ્બર-ડિસેમ્બર માસમાં આંબા પર મોર બેસવાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ફલાવરગ શરૂ થયું હતું. જેના કારણે સિઝનની શરૂઆત મે મહિના સુધી ખચાઇ છે.

આંબા પર મોર આવ્યા બાદ ફળ પાકવામાં મુશ્કેલી જોવા મળી હતી અને તેના કારણે ઊત્પાદનમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે તલાલા એપીએમસીએ ૬ એપ્રિલના રોજ કેસર કેરીની હરાજી શરૂ કરી હતી અને ત્રણ મહિના લાંબી સિઝનમાં ૧૫ લાખ બોકસ મેળવ્યા હતા.

આ વર્ષે કેસર કેરીના ઊત્પાદનમાં ૭૦ થી ૭૫ ટકા ઘટાડો થશે અને મોડી શરૂ થઇ રહેલી કેરીની સિઝન એક માસ જેટલી જ ચાલશે.

છેલ્લા ત્રણ વર્ષમાં કેરીના ઊત્પાદન સામે ચાલુ વર્ષે કેરીનું ઊત્પાદન સૌથી ઓછું રહેશે. ૨૦૦૯ની સિઝનમાં ૬.૨૫ લાખ જેટલા બોકસ ૧૦ કિલો વજનવાળાની આવક મેળવી હતી. જયારે ગયા વર્ષે ૧૫ લાખ બોકસ આવક હતી. જયારે ચાલુ વર્ષે ૪ થી ૫ લાખ બોકસ કેરીની આવક એપીએમસી માર્કેટમાં થવાની સંભાવના છે.

No comments:

Post a Comment

Popular Posts